Jump to content

Talk:Platymantis lawtoni

Page contents not supported in other languages.
From Wikipedia, the free encyclopedia

હજરત મહંમદ પયગંબરસાહેબ

[edit]
                                                                                                       મહંમદ (અથવા મુહંમદ'અરબી:'ﷴ) એ ઇસ્લામ ધર્મના આખરી પેગમ્બર્ છે.હજરત્ મુહંમદ સાહેબ નો જન્‍મ ૧૨ રબીઉલ અવ્વલ ને સોમવારે ,૨૨ એપ્રિલ્ ઇ.સ. ૫૭૧માં અરબસ્‍તાનનાં મક્કા શહેરમાં થયો. તેઓ હજુ માતાના ઉદરમાં જ હતા એ દરમિયાન એમના પિતા હજરત અબ્દુલ્લાહનુ અવસાન થઇ ગયું ત્‍યાર પછી તેઓ દાદા અબ્દુલ્ મુત્તલિબ ની છત્ર છાયા હેઠળ રહ્યા, છ વર્ષની વયે તેમના દાદાનું પણ અવસાન થયું, ત્‍યાર પછી તેઓ કાકા અબુ તાલિબ ની છત્રછાયા હેઠળ રહ્યા.૨૫ વર્ષની ઉંમર થતાં તેમણે બીબી ખદીજા સાથે લગ્ન કર્યાં. ચાલીસ વરસના થયા ત્‍યારે તેમને ઇશ્વરે દૂત (પયગંબર) બનાવ્‍યા અને તેઓએ આવી લોકો સમક્ષ પોતાના વિશે ઇશદૂત હોવાનો દાવો કર્યો અને ત્યારથી ઇસ્લામમાં તેઓ 'પયગંબર મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહી વસલ્લમ્-એમના ઉપર અલ્લાહનીહ્હ્હિએ ક્રુપા થાય)' તરીકે ઓળખાયા.મક્કામા તેઓએ ધર્મની તબ્લિગ શરુ કરી.ધીરે ધીરે લોકો ઇસ્લામ સ્વિકારવા લાગ્યા.પરન્તુ એ સાથેજ કુરેશના કેટલાક લોકોએ એમનો વિરોધ શરૂ કર્યો.કુરેશના લોકોના જુલ્મ થી બચવા મુહમ્મદ સા ગ્ઘ્હ્જ્જ્ગ્ફ્જ્હેબે મુસલમાનોને હિજરત કરવા જણવ્યુ.જુલાઇ ઇ.સ.૬૨૨ મા એમણૅ પણ યશરબ તરીકે ઓળખાતા મદીના શહેરમા હિજરત કરી.અહીથી મુસલમાનોના હિજરી કેલેન્ડરનો પ્રારમ્ભ થાય છે. અરબીમા મુહમ્મદ નામનો અર્થ થાય છે "ખૂબજ પ્રશન્સા પામેલ".કુરઆનમા આ શબ્દ ૪ વાર આવ્યો છે.મુહમ્મદ સાહેબનુ એક નામ "અહમદ" પણ છે,જેનો ઉલ્લેખ કુરઆનમા ૧ વાર આવ્યો છે.તેમણે લોકોને એક અલ્લાહની ઇબાદત કરવાનુ આહ્વાન આપ્યુ.મુસલમાનોને નમાઝ પઢવાનુ જણાવ્યુ.આ ઉપરાન્ત રોઝા રાખવા,દાન આપવુ અને માલદાર હોય તો હજ પઢવાનુ જણાવ્યુ.આજે એમના માનનારા લગભગ ...

બે અબજ ૫૦ કરોડ મુસલમાનો આ વિશ્વમા છે.૬૩ વરસ ની વય પછી આ જગતમાથી વિદાય લીધી.

                               મહંમદસાહેબનો જન્મ મક્કામાં થયો હતો. ઈસુ ખ્રિસ્તની માફક મહંમદસાહેબના બાલ્યકાળ વિષે પણ વધુ માહિતી ઉપલબ્ધ નથી. કહેવાય છે કે� મહંમદસાહેબનો ઉછેર પિતાના સાથીઓ અને મિત્રો દ્વારા થયો. મોટા થયા પછી થોડો વખત તેમણે ઘેટાં સંભાળ્યાં. પછીથી ઊંટોની વણજાર સાથે જવાનું ચાલુ કર્યું. ત્યાર બાદ આદિજા નામની એક પૈસાદાર સ્ત્રીને ત્યાં તેમણે કામ કરવાનું શરૂ કર્યું. ખાદિજાની વણજાર તેઓ એકથી બીજે સ્થળે ઘુમાવતા. થોડા સમય બાદ ખાદિજા સાથે તેઓ લગ્નસંબંધથી જોડાયા. 

એ દિવસોમાં મક્કામાં ૩૬૫ મૂર્તિઓવાળું એક મંદિર હતું. અહીં પ્રતિદિન એક મૂર્તિની પૂજા કરવામાં આવતી હતી. ચિંતન અને મનન કરવાને લીધે મહંમદસાહેબ માનતા કે અલ્લાહ એક જ છે. તેઓ મૂર્તિપૂજાનો પણ વિરોધ કરતા. ખાદિજા સાથે લગ્ન કર્યા પછી ચિંતન માટે તેમને વધુ સમય મળવા લાગ્યો. તે સમયે તેમને એક દૈવી સંદેશ પ્રાપ્‍ત થયો. એ સંદેશના મુદ્દાઓનો સંગ્રહ ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં કરવામાં આવ્યો છે. ૩૦-૪૦ વર્ષની ઉંમરથી જ તેમણે પયગંબર (ઇશ્વરનો સંદેશો લાવનાર) તરીકે કામ કરવાનું શરૂ કર્યું. મક્કાના અધિકારીઓએ તેમને મક્કામાંથી હાંકી કાઢ્યા. તેઓ મદીનામાં વસ્યા. અહીં તેમને અનેક પ્રમુખ વ્યક્તિઓનો સાથ સાંપડ્યો અને તેમણે ધર્મપ્રચારના કાર્યનો આરંભ કર્યો. આઠ વર્ષ પછી ૧૦,૦૦૦ અનુયાયીઓ સાથે તેમણે મક્કામાં કાબા નામના પવિત્ર સ્થાનમાં પ્રવેશ કર્યો અને ધર્મસ્થાન તરીકે તેની સ્થાપના કરી. તેમણે અનેક શાદીઓ કરી હતી અને તેથી તેમને સંતાનો પેદાં થયાં હતાં. ૮મી જૂન, ૬૩૨ના રોજ ૬૨ વર્ષની વયે તેમને જન્‍નત પ્રાપ્‍ત થઈ. તેમને મદિનામાં દફનાવવામાં આવ્યા. સદા લડતા-ઝઘડતા રહેતા અને ટૂંકી ર્દષ્ટિના દેશવાસીઓમાં આત્મશ્રદ્ધા રેડીને અને તેમને એકસૂત્રે બાંધીને પયગંબરસાહેબે પોતાના ધર્મપ્રચારના જીવનકાર્યનો પાયો ર્દઢમૂલ કર્યો હતો. તેમના અનુયાયી આરબોએ પછી તો માત્ર ૮૦ વર્ષના ટૂંકા ગાળામાં કેવળ અરબસ્તાનમાં જ નહિ પરંતુ ઇરાક, સિરિયા, પશ્ચિમ તુર્કસ્તાન, સિંધ, મિસર અને દક્ષિ‍ણ સ્પેનનાં રાજ્યો – લગભગ અરધી દુનિયા – સુધી ઇસ્લામ ધર્મની આણ વર્તાવી હતી. — Preceding unsigned comment added by Parth.vyas1771 (talkcontribs) 14:37, 12 September 2011 (UTC)[reply]