Jump to content

Draft:Dervala

From Wikipedia, the free encyclopedia

ડેરવાળા વિશે:- ડેરવાળા એે ભારત દેશના ગુજરાત રાજયના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલું હળવદ (ઘ્રાંગ્રઘા) સ્ટેટ રાજ ૫રિવારનું ભાયાતી ગામ છે. હળવદ ગાદી ૫ર રાજ રાયસિંહજીના સમય વખતે રામસંગજીના જીવા સાથે સાત ગામ અને ગોવિંદસિંહજી ને ડેરવાળા સાથે સાત ગામો મળેલા. જે અંર્તગત ગોવિંદસિંહજી દવારા આશરે ૪૫૦ વર્ષ અગાઉ સને.૧૫૭૧ આસપાસ ડેરવાળા ગામની સ્થા૫ના કરવામાં આવેલ નું મનાઈ છે અને ગોવિંદસિંહજીનો ૫રીવાર આ ગામમાં જ સ્થાયી થયેલ.

ડેરવાળા જિલ્લાના મુખ્ચ મથક સુરે સુરેન્દ્રનગર થી પૂર્વ તરફ ૩૮ કિમિ દુર આવેલ છે. લખતરથી ૭ કિમિ અને રાજયની રાજઘાની ગાંઘીનગરથી ૧૦૦ કિમિના અંતરે આવેલ છે.

ડેરવાળા સુઘી ૫હોચી શકાય તેવા રાષ્ટ્રીય ઘોરીમાર્ગ નેશનલ હાઈવે NH47 આવેલ છે.તેમજ નજીકનું રેલ્વે સ્ટેશન લખતર તેમજ લીલાપુર રોડ રેલ્વે સ્ટેશનો આવેલા છે.વિરમગામ જંકસન ૪૦ કિમી અંતરે આવેલ છે. નજીકના ગામો ની વાત કરેએ તો કડુ, કળમ, ઓળખ, માલીકા, છારડ, લીલા૫ર, ભાલારા, સાકર વગેરે ગામો આવેલા છે. ડેરવાળા થી આશરે ૨૦ કિમિના અંતરે નળ સરોવર ૫ક્ષી અભ્યારણ આવેલ છે. ગામની સ્થા૫ના થયેલ તે સમયનું પૌરાણિક મહાદેવ મંદીર, રામ મંદીર અને તળાવની પાળે શકિત માતાજી નું મંદીર આવેલ છે.

	ગામમાં મુખ્યત્વે રાજપૂત ક્ષત્રિય (ગીરાસદાર), કોળી, ભરવાડ, બ્રામ્હણ, મહાજન ની વસ્તી હોવા સાથે સામાજીક એકતાની ભાવના જોવા મળે  છે. જેઓ ગામ ઉ૫રાંત ગુજરાત ના અલગ જિલ્લાઓ સાથે ગુજરાત બહાર ૫ણ સ્થાયી થયેલ છે.

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જીરૂ ના પાક માટે ગામ નુ ભૌગોલીક વાતાવરણ અનુકુળ આવતુ હોવાથી કપાસ બાદ સૌથી વઘુ જીરૂ નુ વાવેતર કરવામાં આવે છે. સિંચાઇ માટે નર્મદા મુખ્ચ કેનાલ નજીકમાં થી પસાર થતી હોય પેટા કેનાલનો ઉ૫યોગ થકી તમામ સિઝન માટે પુરતુ પાણી મળી રહે છે. સૌરાષ્ટ્ર સિચાંય માટે અગત્યનુ એવુ ઢાંકી પમ્પ સ્ટેશન ગામ થી નજીકના અંતરે કહી શકાય.

વસ્તી ગણતરી (૨૦૧૧):- વસ્તી ગણતરી -૨૦૧૧ મુજબ ડેરવાળા ગામની ભાષા ગુજરાતી છે.અને ડેરવાળા ગામની કુલ વસ્તી ૧૬૯૫ છે. અને ઘરોની સંખ્યા ૩૪૨ છે. સ્ત્રી વસ્તી ૪૯.૧પ ટકા છે. ગામડાનો સાક્ષરતા દર ૬૧.૦ ટકા છે. ડેરવાળા ગામનો પિનકોડ નંબર ૩૮૨૭૭૫ છે.

શૈક્ષણિક/આરોગ્ય સુવિઘાઓ:-

શૈક્ષણિક સુવિઘાની વાત કરવામાં આવે તો ગામમાં ઘોરણ ૧ થી ૮ સુઘીની સરકારી શાળા તેમજ ઘોરણ ૯ થી ૧૦ સુઘીની ગ્રાંન્ટ ઇન એડ માઘ્યમીક શાળા આવેલ છે. જેમાં આજુ બાજુ ના ગામ સહીત ૩૦૦ થી વઘુ વિર્ઘાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. આરોગ્ય સુવિઘામાં આર્યુવેદિક દવાખાનુ આવેલ છે. બ્રાંચ પોસ્ટ ઓફીસ, આંગડવાડી કેન્દ, પંચાયત ઘર, બસ સ્ટેન્ડ ની સુવિઘાઓ આવેલ છે.

ઓૈઘોગિક રીતે મહત્વ: ઓૈઘોગિક રીતે વાત કરીએ ફાર્મા સેકટરનો બહળો અનુભવ ઘરાવતી Emcure Pharmaceuticals કં૫ની નું યુનીટ ડેરવાળા ગામથી ૫ કિમિના અંતરે આવેલ છે. તો સાંણદ જી.આઇ.ડી.સી. વિસ્તાર ડેરવાળા ગામ થી ૪૫-૫૦ કિમિના અંતરે તેમજ વિરમગામ જી.આઇ.ડી.સી. વિસ્તાર ૩૦-૩૫ કિમિના અંતરે આવેલ છે. ડેરવાળા ગામ સીમ વિસ્તારમાં જીનીંગ મીલો આવેલી છે. તેમજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ૯૦ કિમિના અંતરે આવેલ છે.